GST Registration: જાણો GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ વિશે પણ મેળવો જાણકારી
GSTનું રજિસ્ટ્રેશન તમે જાતે પણ કરી શકો છો. જે તમારે ઓનલાઈન કરવાનું રહેશે. આ માટે તમારે https://www.gst.gov.in/ વેબસાઈટ પર જવું પડશે. આ વેબસાઈટના હોમપેજ પર https://www.gst.gov.in/help/enrollmentwithgst પર ક્લિક કરશો એટલે તમને રજિસ્ટ્રેશનની તમામ જાણકારી મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ બિઝનેસ માટે GST રજિસ્ટ્રેશનનો એક ખાસ નિયમ છે. આ નિયમ મુજબ કોઈ પણ બિઝનેસ કરનારા વ્યક્તિએ GST રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. રજિસ્ટ્રેશન કરાયા વગર જો બિઝનેસ કરો તો ફસાવાની સંભાવના રહે છે. GST અધિકારી તમને પકડી શકે છે અને પુછપરછ પણ થઈ શકે છે. આનો મતલબ એ નથી કે, નાની ગલીમાં દુકાન ચલાવનાર વ્યક્તિએ પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પણ જે લોકોનું વાર્ષિક ટર્નઓવર 40 લાખ રૂપિયાથી વધારે હોય છે તેમના માટે GST રજિસ્ટ્રેશન કરાવીને GSTIN લેવું જરૂરી છે. અમુક રાજ્યોમાં ટર્નઓવરની રકમ 20 લાખથી વધુની રાખવામાં આવી છે. એટલા માટે જો તમે આ ટર્નઓવરમાં આવો છો તમારે પણ GST રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
GSTનું રજિસ્ટ્રેશન તમે જાતે પણ કરી શકો છો. જે તમારે ઓનલાઈન કરવાનું રહેશે. આ માટે તમારે https://www.gst.gov.in/ વેબસાઈટ પર જવું પડશે. આ વેબસાઈટના હોમપેજ પર https://www.gst.gov.in/help/enrollmentwithgst પર ક્લિક કરશો એટલે તમને રજિસ્ટ્રેશનની તમામ જાણકારી મળશે. ત્યાં તમે સરળતાથી બિઝનેસ માટે રજિસ્ટ્રેશન કરી શકશો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ટર્નઓવર જો 40 લાખથી વધારે છે જો રજિસ્ટ્રેશન જરૂરી છે. સર્વિસ સેક્ટર માટે ટર્નઓવર 20 લાખ જરૂરી છે. આ લિમિટમાં ઈ-કોમર્સને પણ રાખવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વી રાજ્યો માટે 10 લાખ રૂપિયાનું ટર્નઓવર રખાયું છે.
રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યૂમેન્ટઃ
-માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
-કંપનીનું પાનકાર્ડ
-આઈડી પ્રૂફ (આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ)
-બેંક પાસબુક, ચેકબુક
-જો પાર્ટનરશિપ ફોર્મ હોય તો પાર્ટનરશિપ ડીડ
નાના બિઝનેસ માટે આવી રીતે રજિસ્ટ્રેશન કરોઃ
જો તમે કોઈ નાનો બિઝનેસ ચલાવો છો અને ઉપર આપેલા ટર્નઓવરમાં આવો છો તો તમારે GST રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તેના માટે તમારે ઉપર આપેલા તમામ ડોક્યૂમેન્ટ જોડે રાખીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે તમે GSTના પોર્ટલ https://www.gst.gov.in/ પર જાઉ. અને ત્યાં આપેલા સ્ટેપને ફોલો કરો. જ્યાં સૌથી પહેલાં તમારું રજિસ્ટ્રેશન કરવું પડશે. તે બાદ પોતાની પર્સનલ ડિટેલ આપવી પડશે. જેમ કે બિઝનેસ ડિટેલ, HSN કોડ અથવા SACની સાથે માલ અને સેવાની જાણકારી, બેંક ડિટેલ આપવી પડશે. જો તમે આપલી જાણકારી સાચી છે અને તેમાં કોઈ ખામી નથી તો થોડા જ સમયમાં તમારો GST નંબર મળી જશે. આ નંબર તમારો GST રજિસ્ટ્રેશન નંબર હશે. તમે દુકાનદારોના બોર્ડ પર અથવા બિલ પર GSTIN લખેલું જોયું હશે. જે GST નંબર હોય છે.
GST રજિસ્ટ્રેશન કેમ જરૂરી છેઃ
પહેલાંના તમામ ટેક્સની જગ્યાએ GST આવી ગયું છે. પહેલાં અલગ અલગ પ્રકારના ટેક્સ આવતા હતા. જે તમામનો GSTમાં સમાવેશ કરી દેવાયો છે. જો તમારું વાર્ષિક ટર્નઓવર 40 લાખ અથવા અમુક સ્થિતિમાં 20 લાખથી વધારે છે તો તો તમે GSTની જનરમાં ટેક્સપેયર છો. આ માટે તમારે બિઝનેસમાં ટેક્સ ચૂકવવો પડશે. આ ટેક્સને ચૂકવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જો રજિસ્ટ્રેશન કરાયા વગર તમે બિઝનેસ કરો છો તો તે ગુનો ગણાય છે જેનો તમારે દંડ ભરવો પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે